About Us

"ગ્રંથયજ્ઞ યોજના - વિચાર થી પરિણામ પર્યત"

શ્રી સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ની અનેકવિધ પ્રવૃત્તિ પૈકીની હવે "ગ્રંથયજ્ઞ" યોજના એ ઘણાના જન્મદિવસની ઉજવણીને સાચા અર્થ માં સાર્થક કરી છે. તત્વચિંતક અને આધ્યાત્મ ની કુખે બેસી વિચારો નું વાવેતર કરનારા સ્વામી સચ્ચિદાનંદજી ની કેસેટ સાંભળી તેમના વ્યવહારિક ચિંતન ના પ્રેમમાં પડેલા મૂળ કચ્છી અને શ્રી સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભુજ, પ્રેમજી જેઠા ચેરિટેબલ ટ્રસ્ટ તથા કેશવકાન ફાઉન્ડેશન અને ડોનર શ્રી કેશવલાલ પ્રેમજી ભુડિયાએ પુસ્તકપ્રેમીઓને સહાયભૂત થવા તથા સમાજમાં પુસ્તક વાંચનમાં રસવૃત્તિ ધરાવતો નવોયુવાન વર્ગ તૈયાર કરવા યોજના ઘડી કાઢી એટલું જ નહીં શ્રીગણેશ કર્યાતા. ૦૧-૦૪-૨૦૦૦ ના અને ફલક વિસ્તર્યું. કચ્છ, ગુજરાત, દેશ અને હવે તો વિદેશો પર્યત.

ગુજરાત નાં લબ્ધપ્રતિષ્ઠિત પ્રકાશકોએ પ્રકાશિત કરેલા સેંકડો ઉત્તમ પુસ્તકો છેલ્લા આઠ વર્ષથી ૩૦ થી ૬૫% ડીસ્કાઉન્ટ એ વાચકવર્ગ પર્યત પહોંચી રહ્યા છે. નવજીવન પ્રકાશન મંદિર, આર.આર.શેઠ, નવભારતસાહિત્યમંદિર, યજ્ઞપ્રકાશનસમિતિ, ગુર્જરગ્રંથરત્ન, પ્રવિણપ્રકાશન, ઈમેજ, અરુણોદયપ્રકાશન, આદર્શપ્રકાશન, નવનીતપ્રકાશન, વગેરે પ્રકાશકોનાં ઉત્તમ પુસ્તકો શ્રી સહજાનંદ રૂરલડેવલપમેન્ટ ટ્રસ્ટનાં ગ્રંથયજ્ઞની મૂડી છે.

ઉત્તમ લેખકોના પુસ્તકોનું વિતરણ અને વિસ્તરણ, સાત્વિક વિચારો થી સંસ્કાર શુદ્ધિ અને સંસ્કાર સિંચનનો વિકાસ કરવાના શ્રી સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટનાં સાહિત્ય અભિગમે, વાચકના દિલોદિમાગમાં ચિંતન-મનન નાં અજવાળાં પાથર્યા છે. કચ્છમાં ચાલી રહેલી અનેકવિધ પ્રવૃત્તિઓમાં "વિચારોનુંવાવેતર" વિશિષ્ટ પ્રવૃત્તિરુપે વવાઈ ઊગી અને હવે વટવૃક્ષ બની ગઈ છે. ભુજનાં મિરજાપર રોડ ઉપર આવેલી આ ટ્રસ્ટની ઈમારતમાં આઠ વર્ષના બાળક માટેનું સાહિત્ય છે. તો ૮૮ ની ઉમરના બુઝુર્ગોના આરોગ્યની રખેવાળી અને મનની શાંતિ આપતા માર્ગદર્શક પુસ્તકો તો પર્યાવરણને લગતા સૂત્ર બેનર પણ ઉપલબ્ધ છે.

શું વાંચવું? કેમ વાંચવું? ખાસ તો બે લીટી વચ્ચેની ખાલી જગાને વાંચી - ઉકેલવા ! જેવી બાબત પરત્વે, વાંચન કાર્ય શાળાઓમાં સક્રિય માર્ગદર્શન આપવામાં આવે છે. એક શાળામાં યોજાયેલી વાંચન કાર્યશાળાનાં માત્ર છ કલાક માં જ રૂ. ૪૮૦૦૦/- નાં વિવિધ લેખકોનાં પુસ્તકો સરેરાશ ૬૦% વળતરથી વિદ્યાર્થીનીઓનાં વાંચન શ્રુંગાર બન્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમનું આગળનું પગથીયું છે "ગ્રંથયજ્ઞ મેળાઓનું આયોજન". જેનાં દ્વારા ઉગતી પેઢીમાં "વિચારોનુંવાવેતર" કરી જીવનને વધુ મૂલ્યઆધારિત અને ક્ષિતિજની પેલેપારનાં દર્શન સુધી ફેલાવી શકાય. શાળા, કોલેજો, સંસ્કૃતિક મેળાઓ, વાલીમિલનો નાં સમય દરમ્યાન તો સંસ્થા પુસ્તકમેળાઓનું આયોજન કરે જ છે. પણ હમણાં એક લગ્ન દરમિયાન પુસ્તકમેળાનું આયોજન કર્યું. વિચાર હતો ઉદર માટે ખોરાક તો મનનાં અને સંસ્કૃતિનાં વિકાસ માટે પુસ્તકમેળો. મજા ની વાત જુઓ, વરના બાપે પુસ્તક ખરીદી પુસ્તકમેળાનું ઉદઘાટન કર્યું, તો સામી બાજુ દીકરીના બાપે ચાંદલો નોંધાવતા સૌને એક-એક પુસ્તક પુષ્પ રૂપે ભેટ આપ્યું અને જોત-જોતામાં તો રૂ. ૧૨૦૦૦/- થી વધુનાં પુસ્તકો બારાતીયો એ ખરીદી સમાજને એક વધુ નવો રાહ ચીંધ્યો. પાંચ રૂપિયાની "રામ અને કૃષ્ણ" પુસ્તિકાથી શરુ કરી વિશ્વકોશનાં ૨૬ દળદાર ગ્રંથો કે જેની કિંમત રૂ. ૨૦૦૦૦/- થી વધુ છે, તેવા વિવિધ વિષયોને ઉજાગર કરતા અનેક લેખકોનાં અમૂલ્ય પુસ્તકમિત્રો, ગ્રંથગુરૂઓ અહી પંક્તિબદ્ધ થયેલા જોવા મળે. આ બધું આખરે વિચારોની આધારશિલા પર ભવિષ્ય નાં માનવ મંદિરો કંડારવાનો યત્નછે. ભૌતિક અને અધ્યાત્મિક પલડાને સંતુલનમાં મુકવાનો વ્યાયામ છે અને આ બધું ઠેરઠેર પાણીની પરબની જેમ વિચારો ની પરબ વિકસાવી, કોઠાસૂઝનાં પ્રકાશમાં ચિંતન કોડિયા પ્રગટાવવાનો હવન છે. આ ગ્રંથયજ્ઞ મહિને ૧૭૦૦/- નાં વેચાણથી આપબળે આગળ વધીતા. ૧૮/૦૮/૨૦૧૫ સુધી માં મૂળકિંમતે રૂ. ૧૯,૪૨,૮૩,૩૧૫/- કુલ પુસ્તકો ૨૪૧૭૬૫૮/- ૧/૦૪/૨૦૦૦ થી વધુમાં વધુ ૬૫% ડીસ્કાઉન્ટથી આપતા વાંચનમાં રસધરાવતા છાત્રછાત્રાઓ, શિક્ષકો, કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, સંસ્થાઓ, ટ્રસ્ટીઓ, ગ્રામમંડળો તેમજ અન્ય ભાઈબહેનોના રૂ. ૧૧,૦૨,૫૧,૧૬૮/- થી વધુ બચાવવામાં નિમિત્ત બની શકાયું છે. સાથો સાથ શિષ્ટસાહિત્ય કોને કહેવાય? તેનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી, ખાસ તો "હવેની પેઢી વાંચન વિમુખ બની ગઈ છે કે બની રહી છે". તેવા વિધાનને "ફરી વિચારણા" હેઠળ મૂકી દઈ, ઋગ્વેદનાં પેલા વાક્યની આંગળી ઝાલી લીધી છે કે " સૌને શુભ, સારા અને મંગલકારી વિચારો ચોમેર થી મળતા રહો. આવા વિચારો પ્રાપ્ત કરવાનું હાથવગુ સાધન પુસ્તકો છે. જયારે નવાઘર નું આયોજન થતું હોય છે ત્યારે પણ સંડાસ ક્યાં અને કેવું કરવું તેનો વિચાર થાય છે. પણ મનનાં ખોરાક સમા પુસ્તકાલયનાં સ્થાન વિશેવિચાર સુધ્ધાં થતો નથી. મિત્રો ! સ્વામી વિવેકાનંદ પુસ્તક વગરનાં ઘરને "સ્મશાન ઘર" કહે છે. તેમની વાત સ્વીકારીએ તો આપણામાંનાં મોટાભાગનાં લોકો સ્મશાનમાં રહે છે. પુસ્તકાલય વગરનાં ઘરોની સંખ્યા ઘણી છે. આપણા પછાતપણાનાં અનેક કારણોમાંનું એક ઘરમાં પુસ્તકાલયન હોવું એ છે. આપણા દેશનાં અનેક શહેરોમાં અનેક મહાપુરુષોની પ્રતિમાઓ, અદ્યતન ધાર્મિકસ્થાનો ઉભાકરાઈ રહ્યા છે. પણ તેની જોડે અદ્યતન પુસ્તકાલયો સ્થપાય, ચલાવાય અને યુવાધનને વાંચન-મનન-અધ્યયન-લેખન માટે પ્રોત્સાહિત કરાયતો ટૂંકાગાળામાં એના ક્રાંતિકારી પરિણામો મળી શકે. આ માટે સંસ્થા કચ્છનાં ગામડે ગામડે ગ્રામ્યનો લેજ બેંક સ્થાપવામાં મદદરૂપ થઇ રહ્યું છે.


subscribe to our Catalog